Advertisement

Samachar Gujarat Farmers Will Get Agricultural Assistance From Today

Samachar Gujarat Farmers Will Get Agricultural Assistance From Today સમાચાર ગુજરાત: આજથી ખેડૂતોને મળશે કૃષિ સહાય

ગુજરાતમાં અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે ખેડૂતો ભારે પરેશાન થયા છે અને ખેડૂતોનો રોષ જોતા સરકારે સહાયની જાહેરાત પણ કરી છે. જોકે હજુ સુધી સહાય મેળવવા 45 ટકા જેટલા જ ખેડૂતોની અરજી આવી છે. જો કે, આજે (25 ડિસેમ્બર) અટલ બિહારી વાજપેયીના જન્મદિન નિમિતે ખેડૂતોને સહાય ચુકવવાની શરૂઆત પણ થઇ જશે. આખા ગુજરાતમાં 56,35,961 ખેડૂત ખાતેદારો છે, અને અત્યાર સુધી આ પૈકી 24 લાખ ખેડૂતોએ જ સહાય માટેની અરજી કરી છે. જો કે સરકારને આશા છે કે 30 લાખથી વધારે ખેડૂત ખાતેદારો અરજી કરી શકે તેમ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર રાખવામાં આવી છે.



Subscribe us on YouTube





Like us on Facebook





Follow us on Twitter





You can also visit us at:


Zee Gujarati,Zee24Kalak,Gujarati News,Breaking News,ગુજરાતી સમાચાર,24 કલાક,

Post a Comment

0 Comments